(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૨
ભારતમાં છેલ્લાં એક દાયકામાં, લગભગ ૧૫.૩ લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા ગયાં છે. આ સંખ્યા ચંડીગઢની વસ્તી કરતાં પણ વધુ છે. કેન્દ્ર સરકાર વારંવાર માર્ગ અકસ્માતોને ઘટાડવા પ્રયત્નો કરી રહી છે અને સુપ્રીમ કોર્ટે પણ આવાં મૃત્યુને રોકવા માટે સીટ બેલ્ટ અને હેલમેટ જેવાં કાયદાઓના કડક પાલન માટે પગલાં લેવા કહે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે, દેશમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર ૧૦૦૦૦ કિલોમીટર દીઠ ૨૫૦ ની
આભાર – નિહારીકા રવિયા આસપાસ છે.આ આંકડો યુએસમાં ૫૭, ચીનમાં ૧૧૯ અને ઓસ્ટ્રેલિયામાં ૧૧ છે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એકÂત્રત કરવામાં આવેલાં ડેટા મુજબ અગાઉનાં દાયકામાં એટલે કે ૨૦૦૪-૧૩ માં, માર્ગ અકસ્માતમાં ૧૨.૧ લાખ લોકોનાં જીવ ગયાં હતાં.જ્યારે છેલ્લાં દાયકામાં જાનહાનિમાં વધારો થયો છે આ માટે વસ્તી વધારો, રસ્તાની લંબાઈ અને વાહનોની સંખ્યામાં વધારો થતાં અકસ્માતમાં વધારો થયો હોવાનો અંદાજ છે. નિષ્ણાતો કહે છે કે આ મોટા પાયે જાનહાનિને રોકવા માટે વધુ પ્રયત્નો કરવામાં આવ્યાં નથી.
સરકારી ડેટા દર્શાવે છે કે, રજીસ્ટર્ડ વાહનોની સંખ્યા ૨૦૧૨ માં ૧૫.૯ કરોડથી વધીને ૨૦૨૪ માં લગભગ ૩૮.૩ કરોડ થઈ છે અને રસ્તાની લંબાઈ ૨૦૧૨ માં ૪૮.૬ લાખ કિમીથી વધીને ૨૦૧૯ માં ૬૩.૩ લાખ કિમી થઈ છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, દર વર્ષે વધુ લોકોનાં મૃત્યુનું કારણ રસ્તાની લંબાઈ અને વાહનોમાં વધારો ન હોઈ શકે. તેઓએ ઉમેર્યું હતું કે જ્યારે તે જાણીતું છે અને ઘણી વખત હાઇલાઇટ કરવામાં આવે છે કે માર્ગ સલામતી એ બહુ-ક્ષેત્રીય મુદ્દો છે જેમાં સરકારી વિભાગો, હિતધારકો અને એનજીઓ વચ્ચે વધુ સહકારની જરૂર છે, પરંતુ સંબંધિત એજન્સીઓએ આ દિશામાં પુરતું કામ કર્યુ નથી.
ભૂતપૂર્વ ટોચનાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે એક વણઉકેલાયેલી હત્યા માટે અધિકારીઓ પાસેથી ખુલાસો મંગાવવામાં આવે છે, ત્યારે જીવલેણ માર્ગ અકસ્માતના કિસ્સામાં આવી કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી.
દિલ્હી પોલીસનાં ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે ટોચનાં અધિકારીઓ ભાગ્યે જ જુનિયરો પાસેથી રોડ અકસ્માત માટે રીપોર્ટ માંગે છે, ભલે ત્યાં એક ડઝનથી વધુ અકસ્માતમાં મૃત્યુ થયાં હોય. રોડ ક્રેશ એ તમામ એજન્સીઓ માટે પ્રાથમિકતા નથી.
તેલંગાણામાં રોડ સેફ્ટી ઓથોરિટીના ચેરમેન અને હાલનાં સાંસદ ટી ક્રિષ્ના પ્રસાદ, ભૂતપૂર્વ આઇપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે હત્યાઓ અને મૃત્યુને મહત્વ આપવામાં આવે છે ત્યારે શા માટે માર્ગ અકસ્માત પર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. રોડ સેફ્ટી પર ખાનગી સભ્ય બિલ ખસેડવાની યોજના ઘડી રહેલાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાં લોકોની સંખ્યા ભારતમાં થયેલી કોઈપણ કુદરતી આપત્તિમાં માર્ય ગયેલાં લોકો કરતાં ઘણી વધારે છે.