આપણા દેશમાં દ્રાક્ષ એક અગત્યનો ફળપાક ગણાય છે. વિશ્વભરમાં દ્રાક્ષ એ લીબું તેમજ કેળા પછી ત્રીજા ક્રમે સૌથી વધુ ઉગાડાતો ફળ પાક છે. વિશ્વમાં સૌથી વધુ દ્રાક્ષ ઉત્પાદન કરતાં દેશોમાં પ્રથમ ક્રમે ચીન (૧૩ ટકા), બીજા ક્રમે ઈટાલી (૧ર ટકા) અને ત્રીજા ક્રમે અમેરિકા(૯ ટકા) આવે છે. દ્રાક્ષમાં દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારત ર (બે ) ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં દ્રાક્ષના વાવેતરનો કુલ વિસ્તાર આશરે ૧.૧૧ લાખ હેકટર છે. જયારે તેનું કુલ ઉત્પાદન ૧ર.૩પ લાખ મે.ટન તેમજ તેની ઉત્પાદકતા ૧૧.૧ મે.ટન છે.
સૌથી વધુ દ્રાક્ષ પકવતા રાજયમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તામીલનાડુ અને આંધ્રપ્રદેશ મુખ્ય છે. ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થયેલ છે. પરંતુ ખેડૂતો કયાંક કયાંક સફળ થયા છે ખાસ કરીને રાજયમાં કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં વાવેતર થયેલ છે. દ્રાક્ષ એ અગત્યનો રોકડીયો પાક છે. દ્રાક્ષને વાવ્યા પછી ત્રણ વર્ષે ફળ બેસે છે. ભારતમાં લીલી, કાળી અને સફેદ એમ ત્રણ પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે. સફેદ દ્રાક્ષ મધુર હોવાથી મોંઘી છે. આમ, દ્રાક્ષ એ ઘણું જ પૌષ્ટિક, સુપાચ્ય ફળ તેમજ ફળાહારમાં, સુકવણી કરીને, દારૂ બનાવવા જેવા ઘણા ઉપયોગ થતા હોવાથી તેની આધુનિક ખેતી પધ્ધતિ વિશે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.
દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવાની રીતઃ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રેપ્સ પાસેથી પણ જુદી જુદી રીતે દ્રાક્ષમાંથી કિસમિસ બનાવતા શીખી શકાય છે, ઘરે દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવા દ્રાક્ષને ફાટે ત્યાં સુધી વરાળથી બાફવાની ત્યારબાદ તેની સૂકવણી કરી કિસમિસ બનાવી શકાય છે, ૧ કિલો દ્રાક્ષમાંથી આશરે ૨૦૦ ગ્રામ કિસમિસ બને છે. – વધુ માહિતી માટે તમારી નજીકના કૃષિવિજ્ઞાન કેન્દ્ર કે
કૃષિ યુનિવર્સીટીનો સંપર્ક કરવો.
કિસમિસમાં અનેક પ્રકારે એન્ટી ઓક્સિડન્ટ્‌સ અને ફાઇબર હોય છે. આ સિવાય દ્રાક્ષમાં આયર્નની સાથે-સાથે કેટલાક વિટામીન્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ ડ્રાયફ્રૂટની સૌથી મોટી ખાસિયત એ છે કે આપણાં પાચન તંત્ર માટે અનેક પ્રકારે ફાયદાકારક છે. દ્રાક્ષનું સેવન કરવાથી મેટાબોલિઝમ સિસ્ટમ સારી થાય છે. દરરોજ સવારે તમે ખાલી પેટે દ્રાક્ષનું સેવન કરો છો તો થાઇરોઇડથી લઇને બીજી અનેક બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે.
સવારમાં ખાલી પેટે કિસમિસ ખાવાના ફાયદાઓ.
• હાઇ બીપીના લોકો માટે ફાયદાકારક: હાઇ બીપીની તકલીફ છે અને તમે ખાલી પેટે દરરોજ સવારમાં દ્રાક્ષ ખાઓ છો તો હેલ્થને અઢળક ફાયદાઓ થાય છે. દ્રાક્ષ પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ સિવાય અનેક પોલીફેનોલ્સ હોય છે જે નાઇટ્રિક એસિડની જેમ કામ કરે છે અને બ્લડ વેસેલ્સ પર પ્રેશર ઓછુ કરે છે જેના કારણે બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આમ, તમને હાઇ બીપીની તકલીફ દૂર કરવામાં ઊપયોગીછે.
• ઓરલ હેલ્થ માટે ફાયદાકારક: કિસમિસમાં એન્ટી ઓકસીડન્ટ્‌સ હોય છે જે મોંમાના બેક્ટેરિયા વિરુદ્ધ એન્ટીબેક્ટેરિયલની ભૂમિકા નિભાવે છે. આ સિવાય કિસમિસમાં રહેલુ સુક્રોઝ દાંતની સફાઇ કરીને એની બનાવટને સારું કરવામાં મદદ કરે છે. સવારમાં ખાલી પેટે દ્રાક્ષ ખાવાથી મોંમાં આવતી વાસ દૂર થઇ જાય છે.
• હિમોગ્લોબીનની ઉણપ દૂર કરેઃ હિમોગ્લોબીનની કમીને કારણે એનીમિયાની બીમારી થઇ શકે છે. આ સ્થિતિમાં સવારમાં ખાલી પેટે તમે કિસમિસ ખાઓ છો તો બેસ્ટ છે. કિશમિશમાં રહેલું આયરન તમારા રેડ બ્લડ સેલ્સને વધારવામાં મદદ કરે છે જે શરીરમાં લોહી વધારે છે.જેથી હિમોગ્લોબીનની ટકાવારી વધે છે.
• વજન ઉતરેઃ તમે વજન ઉતારી રહ્યા હોવ તો દરરોજ સવારમાં કિશમિશ તેમજ એનું પાણી પીવાનું શરૂ કરી દો. જે વજન ઉતારવા માટે કિસમિસ સૌથી બેસ્ટ છે.
આમ, દ્રાક્ષનું મૂલ્યવર્ધન કરી બારેમાસ આવક મેળવી શકાય છે, કેમકે, કિસમિસ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
નોંધ:દ્રાક્ષનું મૂલ્યવર્ધન કરી દારુ પણ બને છે જે સ્વાસ્થ્ય માટે નૂકસાનકર્તા છે.