લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ માત્ર બોલવાની ભૂલ નથી, પરંતુ છપાયેલા પુસ્તકોમાં નોંધાયેલી બાબતો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દ્વારકાધીશથી મોટા થવાનો પ્રયાસ જાણીજાઈને કરવામાં આવી રહ્યો છે. તેમણે દ્વારકાધીશની ૫૨ ગજની ધ્વજાનું ઉદાહરણ આપતા કહ્યું કે, આવી ધ્વજા અન્ય કોઈ દેવ પર ફરકતી નથી. કૃષ્ણ ભગવાનને જગતના ગુરુ ગણાવતા તેમણે સનાતન ધર્મને તોડવાની કોશિશ ન કરવાની વિનંતી કરી.
તેમણે સૌને સાથે રહીને સનાતન ધર્મની પૂજા કરવાનું કહ્યું. વડીલોને સંબોધીને તેમણે કહ્યું કે, ભારતવર્ષમાં દ્વારકાધીશ, રામ અને મહાદેવથી મોટું કોઈ નથી. તેમણે સલાહ આપી કે, તેમનાથી નીચે રહીને પોતાનું કાર્ય કરવામાં કોઈ વાંધો નથી. તેમણે આક્ષેપ કર્યો કે, કોઈ જાણીજાઈને સનાતન ધર્મને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ કોઈ ભૂલ નથી, પરંતુ જાણીજાઈને કરવામાં આવી રહેલું કૃત્ય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદને લઈ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મોટી વાત કરી કે, હું વનંતી કરું છું આ બફાટ નથી. આ તો છાપેલી વાતો કરે છે. પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જાઈને દ્વારકાધીશ કરતા મોટું થવાનો પ્રયાસ ન કરાય. હજુ સુધી દ્વારકાધીશની જે ૫૨ ગજની ધજા ફડાકા મારે છે ને એવી ધજા બીજા દેવ પર નથી લાગી. કૃષ્ણ ભગવાન છે, જગતગુરુ છે. પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં. સનાતનની પૂજા કરો સાથે રહો, પણ તમે અવારનવાર તમે આવી ટિપ્પણી કરતા આવો છો. એમના પણ વડીલોને વિનંતી ભારતવર્ષના દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ના શકે. રામથી મોટું હોઈ ના શકે અને મહાદેવથી મોટું કોઈ ના હોઈ શકે. એની નીચે રહીને તમારી ગાડી હાક્્યા કરો તો શું વાંધો છે. કોઈ ને કોઈ આવું કંઈ ને કઈ કરીને સનાતનને ડહોળવાનું કામ કરી રહ્યાં છે. જાણી જાઈ ને કરો છો આ કોઈ ભૂલ નથી.
માયાભાઈ આહીરે જણાવ્યું કે, મારી ગૂગળી બ્રહ્મ સમાજના અધ્યક્ષસ સમસ્ત બ્રહ્મ સમાજ, આહીર સેનાના પ્રમુખ સાથે વાત થઈ છે. આજે સમગ્ર સનાતન ધર્મ ઉભો થયો છે. જાણી જાઈએ કરવામાં આવે તેને ભૂલ કે બફાટ ના કહેવાય. તેઓ (સ્વામીનારાયણના સાધુ) છાપેલી વાતો કહી રહ્યા છે. આમ જાણી જાઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરાય.
એક સ્વામીએ એવો પણ વીડિયો મુક્યો હતો જેમાં ‘યદા-યદા હી ધર્મસ્ય’ કોના માટે લખાયું. તેના ખુલાસા કરવામાં આવ્યા હતા. આમ કરીને તમે સનાતનને તોડશો નહીં, પરંતુ તેની સાથે રહો અને તેની પૂજા કરો. દ્વારકાધીશથી મોટું કોઈ ના હોઈ શકે.