(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૬
અમદાવાદના ધંધૂકા ખાતે ગેબનશા પીરની દરગાહ આવેલી છે. જ્યાં હાલ મોટાપાયે દુકાનો અને મિલકતો વસી ગઈ છે. હકીકતમાં સમગ્ર વિવાદ આ જમીનનો જ છે. આ મિલ્કત વકફ બોર્ડમાં નોંધાયેલી છે. પણ, દરગાહની દેખરેખ રાખનાર દીદારઅલી ફકીરને જમીનના માલિક દર્શાવીને જમીન બારોબાર વેચી દેવામાં આવી !આ જમીનના ખરીદાર હતા.યુનુસ ઉસ્માનભાઈ તલાટ, જે ભાજપ લઘુમતિ સમાજના નેતા છે. મુદ્દો એ કે દેખરેખ રાખનાર ફકીર ભલાં જમીન માલિક બનીને જમીન વેચી જ કેવી રીતે શકે ? પરંતુ, વેચાણના દસ્તાવેજ પણ બની ગયા. રાજકીય વગ વાપરીને યુનુસ તલાટે શેરુમિયાંની વડીલોપાર્જીત જગ્યા ખરીદ્યાનું બતાવી કબજા જમાવ્યો અને પછી તેને અન્ય લોકોને પણ વેચી મારી.અરજદાર શેરુમિયાના ધ્યાને જ્યારે આ વાત આવી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુનુસ તલાટ ભાજપમાં હોદ્દો ધરાવતા હોવાની સાથે અમદાવાદ હજ કમિટિમાં પણ હોદ્દેદાર હતા. યુનુસ તલાટે આ જગ્યા લીધા બાદ ટ્રસ્ટમાં પોતાનું નામ ચઢાવી દીધાનું પણ સામે આવ્યું છે. વકફ કાયદાની જાગવાઈની કલમ-૪૩ પ્રમાણે એક ટ્રસ્ટ નોંધાયેલું હોય તો ફરી વખત તેની નોંધણી શક્ય નથી. તો આ કેવી રીતે થયું ? વકફ બોર્ડમાં આ જમીન નોંધાયેલી છે તે જાણવા શેરુમિયાંએ કરી. જેમાં તેમને ચોંકાવનારા જવાબ મળ્યા. શેરુમિયાંનો આક્ષેપ છે કે વકફ બોર્ડના સભ્યો. તેમનું કંઈ સાંભળવા તૈયાર જ ન હતા. લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન ભરાયા. ખુદ સભ્યોએ પણ પોતાનો ભાગ લઈ લીધો હોવાનો શેરુમિયાંનો આક્ષેપ છે.
યુનુસ તલાટ દ્વારા અનેક કાવાદાવા છતાં અરજદાર શેરુમિયાં શેખ દ્વારા. પોતાની લડત ચાલુ રાખવામાં આવી. વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં કેસ ગયો. આખરે, વકફ ટ્રીબ્યુનલ કોર્ટમાં ૨૧ ઓક્ટોબર, ૨૦૦૨૪ના રોજ જે ચુકાદો અપાયો છે તે અરજદારની તરફેણમાં આવ્યો છે. સાથે જ કોર્ટે એ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે કે વકફ બોર્ડના તાત્કાલિક હોદ્દેદારોએ અરજદાર દ્વારા કાયદેસરની માહિતી માંગવા છતાં તેને ન આપી.આરટીઆઇ કરાઈ છતાં સાચો જવાબ ન અપાયો. ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના કાયદા સચિવ, સામાન્ય વહીવટ વિભાગ અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.સમગ્ર મામલે યુનુસભાઈ તલાટે કોઈપણ પ્રકારનું નિવેદન કરવાની ના પાડી. ત્યારે ટ્રીબ્યુનલના આદેશ બાદ કયા પ્રકારના પગલા લેવાશે તે જાવું મહત્વનું બની રહેશે.