દાહોદના જલાયગામનો પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો
સાવરકુંડલા, તા.૧૨
સાવરકુંડલાના ધજડી ગામે વાડીએ રહેતા એક યુવકને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેને લઈ માઠું લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર દરમિયાન મરણ પામ્યો હતો. દાહોદના ફતેપુરના જલાયગામના અને ધજડી ગામે કનુભાઈ સભાયાની વાડીએ રહેતા મોહનભાઈ લાલાભાઈ પારઘી (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર ધર્મેશને તેની પત્ની સાથે ઝઘડો થતાં માઠું લાગી આવ્યું હતું. જેથી તેમણે પોતાની જાતે ઝેરી જંતુનાશક દવા પી લેતા સારવારમાં મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય. એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.