સુપરસ્ટાર રજનીકાંત આજે એટલે કે ૧૨મી ડિસેમ્બરે પોતાનો ૭૪મો જન્મદિવસ ઉજવ્યો છે. રજનીકાંત માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ૭૪ વર્ષની ઉંમરે પણ તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. રજનીકાંતના ચાહકો તેમના જન્મદિવસને તહેવારની જેમ ઉજવે છે. થલાઈવાના જન્મદિવસ પર, તેના ઘણા સાથીદારો અને સહ કલાકારો તેમજ દેશભરમાં તેના લાખો ચાહકો સોશિયલ મીડિયા દ્વારા તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે તેના ભૂતપૂર્વ જમાઈ અને સાઉથ સુપરસ્ટાર ધનુષ પણ થલાઈવાને અભિનંદન આપનારાઓમાં જાડાયા છે.
રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતના પૂર્વ પતિ અને સાઉથના સુપરસ્ટાર ધનુષે રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે ઠ (અગાઉનું ટ્વીટર) પર તેના ભૂતપૂર્વ સસરા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી જન્મદિવસની નોંધ લખી છે, જેમાં તેણે રજનીકાંતને ‘મારા થલાઈવા’ કહીને સંબોધ્યા છે. ધનુષની આ પોસ્ટ હવે ચર્ચામાં છે.
ધનુષે પોતાના ટ્‌વીટમાં લખ્યું- ‘એક અને એકમાત્ર, સુપર વનને જન્મદિવસની શુભકામનાઓ.. સુપરસ્ટાર.. અસાધારણ, જેણે સમૂહ અને શૈલીને ફરીથી વ્યાખ્યાયિત કરી.. મારા થલાઈવાસ, રજનીકાંત સર.’ ધનુષનું આ ટ્વીટ હવે ખૂબ ચર્ચામાં છે. જાકે, આ પહેલીવાર નથી કે જ્યારે ધનુષે રજનીકાંત માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય. તે દરેક જન્મદિવસ પર થલાઈવાને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.
તમને જણાવી દઈએ કે, ધનુષના લગ્ન રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે થયા હતા. ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ ૨૦૦૨માં લગ્ન કર્યા હતા અને બંનેએ ૨૦૨૨માં અલગ થવાની જાહેરાત કરી હતી. કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી હતી. ૨૦૨૪માં બંનેના છૂટાછેડા ફાઇનલ થયા હતા. નવેમ્બરમાં, ચેન્નાઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે તેમના છૂટાછેડાને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી. જા કે, પત્ની ઐશ્વર્યાથી અલગ થયા પછી પણ, ધનુષ તેના ભૂતપૂર્વ સસરા એટલે કે રજનીકાંત સાથે ખાસ બોન્ડ શેર કરે છે અને તેને પોતાની સૌથી મોટી પ્રેરણા માને છે