મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં ૨૭ લોકો માર્યા ગયા હતા. જેમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે ભાજપ સરકારને ઘેરી છે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સંજય રાઉતે આ હુમલા માટે ભાજપની નફરતની રાજનીતિને જવાબદાર ઠેરવી હતી. પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિષ્ફળ ગૃહમંત્રી ગણાવ્યા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. રાઉતે કહ્યું કે, આતંકવાદીઓએ હુમલા પહેલા લોકોની ધાર્મિક ઓળખ પૂછી હતી અને ભાજપનું નફરતથી ભરેલું રાજકારણ આ માટે જવાબદાર છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ નફરત પશ્ચિમ બંગાળથી જમ્મુ અને કાશ્મીર સુધી ફેલાઈ રહી છે. કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે, શાસક નેતાઓ સરકાર બનાવવામાં અને પાડી નાખવામાં અને વિપક્ષને જેલમાં મોકલવામાં વ્યસ્ત છે, જેના કારણે સામાન્ય લોકોની સલામતી ભગવાન ભરોસે છે.
રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીને આતંકવાદનો અંત લાવવાના પગલા તરીકે વર્ણવી હતી, પરંતુ આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. તેમણે શાહ અને મોદી પર સંસદમાં ખોટું બોલવાનો અને આવી ઘટનાઓ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. રાઉતે આશંકા વ્યક્ત કરી હતી કે, બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આ હુમલાનો રાજકીય લાભ લેવા માટે સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરી શકે છે. તેમણે કહ્યું કે, શાહને હવે એક દિવસ પણ ગૃહમંત્રી પદ પર રહેવાનો અધિકાર નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પહલગામ હુમલાની કડક નિંદા કરી અને તેને કાયર અને જઘન્ય ગણાવ્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું આ હુમલાથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. હિંસાનો આશરો લેવો એ કાયરતા છે અને તેની સખત શબ્દોમાં નિંદા કરવી જાઈએ. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. સોનિયા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખો દેશ આતંકવાદ સામે એક થયો છે અને આપણે ભૂતકાળની જેમ વ્યાપક સામાજિક સર્વસંમતિ બનાવવી પડશે. તેમણે પ્રદેશમાં નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તારિક હમીદ કારા અને અન્ય વરિષ્ઠ નેતાઓએ આ હુમલાને ક્રૂર અને ઘૃણાસ્પદ ગણાવ્યો હતો. કોંગ્રેસે ૨૩ એપ્રિલે જમ્મુના શહીદ ચોક ખાતે આ આતંકવાદી કૃત્ય સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. તારા ચંદ, રમણ ભલ્લા, ચૌધરી લાલ સિંહ, રવિન્દર શર્મા અને અન્ય નેતાઓએ સંયુક્ત નિવેદનમાં પીડિતો માટે ન્યાયની માંગ કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોઝે પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું, “આ એક જઘન્ય ગુનો છે. મારું હૃદય પીડિતો અને તેમના પરિવારો સાથે છે.”
Home રસધાર રાજકીય રસધાર ધર્મ પૂછીને આતંકીઓએ ગોળી મારી, આ માટે ભાજપ જવાબદાર,શિવસેના (યુબીટી) સાંસદ સંજય...