કાનપુરના શુભમ દ્વિવેદીને આતંકીઓએ પહેલા નામ પૂછ્યું, અને પછી પત્ની એશાન્યાની સામે શુભમને ગોળી મારી દીધી, પત્નીએ કહ્યું કે મારા પતિને તો મારી નાખ્યા… મને પણ મારી નાખો, આતંકીએ જવાબ આપ્યો… “તુમ્હે નહિ મારેંગે…. જસ્ટ ગો એન્ડ ટેલ મોદી…” મનીષ રંજન બિહારના રહેવાસી છે. તેઓ આઈબીમાં સેક્શન ઓફિસર છે. છેલ્લા ૨ વર્ષથી હૈદરાબાદ કાર્યાલયમાં પોસ્ટેડ હતા. મનીષને તેની પત્ની અને બે બાળકોની સામે આતંકવાદીઓએ મનીષ રંજનને ગોળી મારી દીધી હતી. દિનેશ મીરાનીયા રાયપુરથી સ્ટીલ ઉદ્યોગપતિ હતા. લગ્નની વર્ષગાંઠ ઉજવવા પરિવાર સાથે ત્યાં ગયા હતા. પત્ની, પુત્ર અને પુત્રીની સામે દિનેશને ગોળી મારી દેવામાં આવી, પરિવાર એટલો નજીક હતો કે ગન પાઉડરના છાંટા પરિવાર પર ઉડ્યા…. જેના કારણે પત્નીના ચહેરા પર ઘા પણ પડ્યો.
લેફ્ટનન્ટ વિનય નરવાલ ૩ વર્ષ પહેલા જ નૌકાદળમાં જોડાયા હતા અને સાત દિવસ પહેલા જ લગ્ન થયા હતા. યુરોપના વિઝા ન મળવાથી તેઓ હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. પરિવારે વાયદો કર્યો હતો કે તેઓ પાછા ફરશે ત્યારબાદ એક મોટી પાર્ટી રાખવામાં આવશે. પત્નીએ કહ્યું કે આતંકવાદીઓએ પહેલા નામ અને ધર્મ પૂછ્યા અને પછી ગોળી મારી દીધી. “એકે કહ્યું કે મુસલમાન અલગ થઈ જાઓ અને હિન્દુ અલગ થઈ જાઓ. પછી હિન્દુ પુરુષોને બંદૂકથી ગોળી મારી દીધી અને પછી અચાનકથી તે જતા રહ્યા. પછી બધાએ કહ્યું કે, બાળકો બધા ભાગો નીચે. પછી અમે નીચે ભાગી ગયા. મમ્મી અને બહેને મને ઘોડા પર બેસાડી દીધો અને હું ઘોડાથી નીચે આવ્યો અને મમ્મી અને બહેન ચાલતા ઉતરીને નીચે આવ્યા હતા.” – નક્ષ કળથીયા (મૃતક શૈલેશ કળથીયાનો દીકરો.)
આવા સતાવીસ જિંદગીના સતાવીસ કરુણ પેરેગ્રાફ પહેલગામના એ ખુલ્લા મેદાનમાં આતંકવાદીઓની બંદૂકના નાળચેથી લખાઈ ગયા.
“આભાર પાકિસ્તાન, આભાર લશ્કર-એ-તૈયબા, અલ્લાહ તમને હંમેશાં આશીર્વાદ આપે, આમીન, આમીન. જો આર.એસ.એસ., બીજેપી, બજરંગ દળ અને મીડિયાને નિશાન બનાવવામાં આવે તો અમને વધુ ખુશી થશે. “ – બોકારોથી મો. નૌશાદ. “તમે આ આતંકવાદી કૃત્યને જુઓ તો આતંકવાદીઓ લોકોની ઓળખ જાણવા માંગતા હતા, કારણ? તેનું કારણ છે દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ઊભી થયેલી ખાઈ. જેનાથી આ પ્રકારનાં સંગઠનોને લાગે છે કે હિન્દુઓ મુસ્લિમો માટે સમસ્યાઓ સર્જી રહ્યા છે. કોઈની ઓળખ જાણીને પછી તેની હત્યા કરવી, એ વડાપ્રધાન માટે એક સંદેશ છે, કારણ કે મુસ્લિમો નિર્બળતા અનુભવી રહ્યા છે.” – દિલ્હીથી રોબર્ટ વાડ્રા.
ઉપરની બધી ઘટનાઓ સંકલિત છે. પહેલા પાંચ બનાવો આતંકી હુમલાના ભોગ બનેલ પરિવારના છે, જયારે નીચે આ હુમલાની બે પ્રતિક્રિયા છે, જે બંનેનો સુર લગભગ સરખો છે. બોકારોનો મુસ્લિમ યુવાન આ હુમલા બદલ આતંકી સંગઠનો અને પાકિસ્તાનનો આભાર માની રહ્યો છે, જયારે રોબર્ટ વાડ્રા આતંકીઓ જે બોલ્યા તેનું સુક્ષ્મ અર્થઘટન કરીને વડાપ્રધાનને સંદેશ આપી રહ્યા છે. જે સંદેશ આતંકીઓ આપવા માંગતા હતા. આવી ઘણી પ્રતિક્રિયાઓ હિન્દુસ્તાનમાં ઉઠવા પામશે. વિષ્ટા પર પાણી પડે અને જેમ ગંધાઈ ઉઠે એ પ્રકારનો આ દુઃખદ બનાવ છે. હિન્દુસ્તાનની બૌદ્ધિક અને સેક્યુલર વિષ્ટા હવે તેની દુર્ગંધ છોડશે.
હિન્દુસ્તાનમાં કોઈપણ જગ્યાએ આતંકવાદી હુમલો થાય એટલે બે ભાગમાં ચર્ચાઓ થવા લાગે છે. એક વર્ગ જેને આતંકી હુમલાથી ખરેખર પીડા થઇ હોય છે, અને બીજો વર્ગ કે જે આવા હુમલામાં સંમત હોય કાં તો જેને આતંકવાદીઓ પર કાર્યવાહીથી પીડા થતી હોય છે. હિન્દુસ્તાનમાં આજે પણ પોતાની રાજકીય સામાજિક આગેવાન તરીકેની રોટલી શેકવા તૈયાર એક નપુંસક વર્ગ છે જેને આતંકવાદીઓ પ્રત્યે કુણી લાગણી છે. એક છ હજારનો મોબાઈલ હાથમાં લઈને તેમાં ઓગણીસ રૂપિયાનું ડેઈલી રીચાર્જ કરાવીને ઘરની બહાર નીકળી જતો એક જંતુ કક્ષાનો માણસ જે આવી ઘટના અંગે વિવેકબુદ્ધિ ધરાવતો નથી, એ પોતાનો અભિપ્રાય બેધડક બોલી જાય છે. વેશ્યાના દલાલ જેવી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ જયારે નેતા થવા માગે ત્યારે એક સરળ રસ્તો શોધે છે, બહુમત હિન્દુઓને ગાળો આપીને પોતે ચમકમાં રહી શકે છે. એ આમ કરી શકે છે કારણકે હિન્દુઓમાં પણ ઘણા ખચ્ચર જેવા નપુંસક નેતાઓ છે જે આમને આવકારવા તૈયાર હોય છે. પરિણામે નેતાગીરીમાં પણ એક વર્ગ ઉભો થઇ જાય છે જે આવા સમયમાં પણ તક શોધતા ફરે છે. આવા બનાવો વખતે વર્ષોથી ભારત અને ઈઝરાયેલની સરખામણી થતી રહે છે. ઈઝરાયેલના નેતાઓની, ઈઝરાયેલની જાસૂસી સંસ્થાની, ઈઝરાયેલની લશ્કરી તાકાતની સરખામણી થાય છે. પણ એક પરિમાણ પર સરખામણી કરવાની છૂટી જાય છે… પ્રજા.
ત્યાં હિન્દુસ્તાનના દંભી સેક્યુલરો, દેશદ્રોહી કક્ષાના વામપંથીઓ, અને ગદ્દાર બૌદ્ધિકો જેવા નમકહરામો અને હરામખોરો નથી. દોગલા નેતાઓ નથી. દેશહિતના ભોગે વોટબેન્કની રાજનીતિ નથી. ત્યાં આવા સમયે સરકારની પડખે ઉભી રહેતી પ્રજા અને વિપક્ષ છે. તમારો નેતા જે જવાબ આપે તેના પરિણામ માટે તૈયાર રહેવું પડે છે. અગર કાયમી શાંતિનો વિકલ્પ એક યુદ્ધ જ હોય તો એ એક વખત કરી નાખવું પડે છે. વારેવારે ખુવાર થતી પ્રજા એક વખત સામટું ખુવાર થઇ જાય છે, પરિણામ ભાવિ પેઢીઓને શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલી આપે છે. હિન્દુસ્તાનનો હિન્દુ દાયકાઓથી ભાઇચારાના અફળ ઝાડવે બેઠો છે. એ ઝાડના છાયેથી ઉભા થઈને થોડો સંઘર્ષનો તડકો ખાઈ લેવાનો સમય છે.
production@infiniumpharmachem.com