અમરેલી-વડીયા-કુંકાવાવનાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આજે બરવાળા બાવીશી ખાતે અંદાજે રૂ. ૮૪ લાખનાં ખર્ચે તૈયાર થનાર શાળાનું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે વેકરીયાએ જણાવ્યું કે, શિક્ષણ ફક્ત વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી, માનવ કલ્યાણ અને રાષ્ટ્રહિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. આ પ્રાથમિક શાળામાં નવા કલાસરૂમ, મધ્યાહન ભોજન કક્ષ અને કંપાઉન્ડ વાલ બનાવવામાં આવશે. વેકરીયાએ શાળાના ઓરડાઓનું કામ મજબૂત અને ગુણવત્તાયુક્ત થાય તે જોવા અધિકારીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.