ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની રજૂઆતથી કુંકાવાવ તાલુકાના વિવિધ ગામોને અસર કરતી પ્રોવાઈડીંગ એન્ડ લેઇંગ ૯૦૦ ડાયામીટર સ્ટ્રોંગ વોટર પાઇપલાઈન ફોર વાવડી ચોકી સનાળા, લાખાપાદર, ઈશ્વરીયા રોડ એટ બીટવીન કિલોમીટર ૧/ ૮૦૦ થી ૨/ ૩૦૦ના કામ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોબ નંબરની ફાળવણી કરવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે કુંકાવાવ તાલુકાના વાવડી ચોકી, સનાળા, લાખાપાદર, ઈશ્વરીયા રોડ માટે સ્ટ્રોંગ વોટર પાઈપલાઈનના કામ માટે રૂપિયા ૧૯ લાખ ૯૭ હજાર મંજૂર કરવામાં આવ્યાં હતા.