ધારી તાલુકાના વેકરીયા ગામમાં આવેલ ૬૬ કેવી કાથરોટા, ૧૧ કેવી ખેતીવાડી ફિડર લોડિંગના કારણે ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાને અનુલક્ષી, ફિડરનું બાયફ્રેક્શન કરીને નવો ૧૧ કેવી ભેખડ ખેતીવાડી ફિડર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ફીડરની શરૂઆત ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે કરવામાં આવી હતી. આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મૃગેશભાઈ કોટડીયા, ઘનશ્યામભાઈ હીરપરા, જીતુભાઈ જોશી, ભરતભાઈ અંટાળા, હર્ષદભાઈ રાવલ, જીતુભાઈ પાઘડાળ, જેનીલભાઈ ડાવરા, કનુભાઈ કોટડીયા, ધનજીભાઈ ડાવરા, રાકેશભાઈ ડાવરા, મહિપાલભાઈ વેગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.