અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ધારી તાલુકાનાં માણાવાવ ગામતળ વિસ્તારમાં આગ લાગતા સૂકું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા જ ગામના સરપંચ દ્વારા અમરેલી ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.