ધારી ડેપોથી કરમદડી ગામ સુધી અને કરમદડી ગામથી ધારી પરત આવવા માટે બસ સેવા શરૂ કરવામાં આવેલ છે. ૭.૪૦ કલાકે ધારી-દુધાળા વાયા કરમદડી ગામ, ૮.૧૫ કલાકે દુધાળા -ધારી વાયા કરમદડી ગામ, ૧૦.૩૦ કલાકે ધારી-ત્રંબકપુર, ૧૧.૧૫ કલાકે કરમદડી ધારી, ૧૨.૦૦ કલાકે ધારી દુધાળા વાયા કરમદડી ૧૩.૦૦ કલાકે દુધાળા-ધારી વાય કરમદડી ગામ, ૧૪.૦૦ કલાકે ધારી-જળજીવડી વાયા કરમદડી ગામ, ૧૫.૦૦ કલાકે જળજીવડી-ધારી વાયા કરમદડી ગામ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ફક્ત શનિવાર અને રવિવારે જ દોડશે. ધારી ડેપો ખાતેથી સાંજે ૪.૧૫ અને ૫.૧૫ કલાકે ધારી આંબરડી સફારી પાર્ક, ખોડીયાર મંદિર તથા ખોડીયાર મંદિર, આંબરડી સફારી પાર્ક ખાતેથી ધારી પરત આવવા માટે ૪.૪૫ અને ૫.૪૫ કલાકે બસ સેવા મળી રહેશે.