ધારી તાલુકાના કરમદડી ગામે પીવાના પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન હોવાથી આ બાબતે ગ્રામજનોએ ધારાસભ્ય જે.વી.કાકડીયાને રજૂઆત કરી હતી. ઉનાળાની શરૂઆત હોવાથી આ પ્રશ્નની ગંભીરતા સમજી ધારાસભ્યએ તાત્કાલિક કરમદડી ગામે રૂ.૧૬ લાખના ખર્ચે નવો કૂવો અને મોટર સહિત વ્યવસ્થાઓ ઉભી કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, જિલ્લા પંચાયત સભ્ય ખોડાભાઈ ભુવા, તાલુકા પંચાયત સભ્ય જયસુખભાઈ હર્ષદભાઈ રાવલ, સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યાં હતા.