ધારીના ખોજા સમાજના જાણીતા આગેવાન રજબભાઈ વલીભાઈ ચાવડા (ઉં.વ. ૮૩)નું તા. ૨ માર્ચના રોજ દુઃખદ નિધન થયું છે. તેમના નિધનથી ધારીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રજબભાઈ ચાવડા ધારી ખોજા સમાજના માજી મુખી હતા. તેઓ અમીન ન્યૂઝ એજન્સીના સંચાલક પણ હતા. તેમના પુત્રો નિજારભાઈ અને નુરદીનભાઈ હાલ પત્રકાર તરીકે કાર્યરત છે. સદગતનું બેસણું તા. ૮ માર્ચ, શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાન, નવી વસાહત, યોગીનગર મહિલા હોસ્ટેલની બાજુમાં, ધારી ખાતે રાખવામાં આવ્યું છે.