ધારીના ગીગાસણ ગામે દિવાલ તૂટીને અચાનક માથે પડતાં પુરુષનું મોત થયું હતું. બનાવ અંગે પ્રવિણભાઈ જાદવભાઈ કોટડીયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, દિનેશભાઈ મનુભાઈ
કોટડીયા (ઉ.વ.૪૩) જુના મકાનની દિવાલ પાડવાનું કામ કરતા હતા. અચાનક દિવાલ તૂટી પડતાં શરીરે માથામાં ઇજા થવાથી મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.