અમરેલી,તા.૧૦
ધારી તાલુકાના ગોપાલગ્રામમાં મોડી રાતે જુનવાણી મકાન ધરાશાયી થતાં એકલા રહેતા વૃદ્ધનું મોત થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ ધીરુભાઈ જેઠવા એકલા રહેતા હતા અને પરિવારના પુત્રો બહાર રહેતા હતા. જર્જરિત મકાન હોવાને કારણે મોડી રાતે અચાનક ધરાશાયી થતા
વૃદ્ધ ધીરુભાઈ જેઠવા કાટમાળની નીચે થોડીવાર દબાયા હતા. જેમને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન
વૃદ્ધનું મોત થતા ગોપાલગ્રામ ગામમા શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે મકાન ધરાશાયી થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તંત્રને જાણ થતા તાલુકા વિકાસ અધિકારી પોલીસની ટીમ દોડી આવી હતી અને કેવી રીતે મકાન ધરાશાયી થયું તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમના પરિવારના લોકો બહાર રહેતા હોવાને કારણે મોડી રાતે જાણ કરતા પરિવારના લોકો આવી ગયા હતા.