ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓ.પી. ઝાટકીયા હાઇસ્કૂલમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબાસાહેબ આંબેડકરના જીવન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોએ પણ બંધારણ દિવસ પર પોતાનું વકતવ્ય આપ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ ત્રિવેણીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી મિલનભાઈ ઝાટકિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.