ધારીના ગોવિંદપુર ગામે વાડીના શેઢે કૂચો નાખવા મુદ્દે માથાકૂટ થઈ હતી. બનાવ અંગે દ્વારકાદાસ મધુભાઈ રૂપાવટીયા (ઉ.વ.૫૦)એ ખોડીદાસભાઈ છગનભાઈ રૂપાવટીયા, છગનભાઈ રૂપાવટીયા, બે મહિલા સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ તેમની પાસે આવી, વાડીના શેઢે કુચો કેમ નાખો છો? તે અમારી માલિકીનો છે તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇને તેમના પિતાને બાજુમાં પડેલી ખપાળીના હાથા વડે પીઠના ભાગે તથા માથામાં મારી મુંઢ ઇજા કરી પછાડી દીધા હતા. તેઓ તેમના પિતાને છોડાવવા જતા તેમને પણ કપાળના ભાગે એક ઘા મારી ઇજા કરી હતી. તેમજ અન્ય આરોપીએ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.બી. ખાચર વધુ તપાસ કરી રહ્યા છે.