ધારી,તા.૧૯
આજે ધારી તાલુકાના ચલાલાથી ગોપાલગ્રામ જતા રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક ફોરવ્હીલ અને નીલગાય વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના સમાચાર મળતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ નીલગાયના બે પગમાં ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં ફોરવ્હીલને વધુ પ્રમાણમાં નુકસાન થયું છે.