ધારીના ત્રંબકપુર ગામે પ્રાથમિક શાળામાં નવા બે વર્ગખંડનું ધારાસભ્ય જે. વી. કાકડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે અન્ય પ્રવૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ અવસરે ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા, તાલુકા પંચાયત સદસ્ય ભનુભાઈ બાંભરોલીયા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, ગામના સરપંચ વજુભાઈ બાવસિયા, આચાર્ય ભીખુભાઈ પાઘડાળ, શાળાનો સ્ટાફ પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.