ધારી તાલુકાના નબાપરા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું દેવંગી આશ્રમ ખીચાના મહંત શ્રી માધવદાસ બાપુના હસ્તે અનાવરણ કરાયું હતું. આ માટે નબાપરા સમસ્ત પંચ ભાઇઓ સહિત વિપુલભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે જિલ્લાભરમાંથી અનુસૂચિત જાતિના લોકોએ ખાસ હાજરી આપી હતી. નબાપરાના ખેડૂત બાલાભાઇ વાડદોરીયાએ પોતાની જમીન અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે અર્પણ કરેલ હતી. સમાજના આગેવાનોએ તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ રાઠોડ ચલાલા દ્વારા કરવામાં આવેલ હતું.