અમરેલીમાં અપમૃત્યુના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. ધારીના નવાગામે રહેતા મનસુખભાઇ પોપટભાઇ ચારોલીયા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેના પુત્ર રૂતેશભાઇ મનસુખભાઇ ચારોલીયા (ઉ.વ.૨૫)ની પત્ની રીસામણે ગઈ હતી. જેથી મનમાં લાગી આવતાં તેણે ઝેરી દવા પીતાં મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ/પી.એસ.ઓ. એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે. બાબરામાં રહેતા ભનુભાઇ નારણભાઇ ધુંધરવા (ઉ.વ.૬૩)એ જાહેર કર્યા મુજબ, તેમની ૧૭ વર્ષની પુત્રી ગળાફાંસો ખાઇ જતા મરણ પામી હતી. સાવરકુંડલામાં રહેતા નરેશભાઈ કરશનભાઈ કાંગસીયા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ઇલાબેન નરેશભાઈ કાંગસીયા (ઉ.વ.૩૦) અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના કિરણભાઇ બકુલભાઇ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.