ધારીના ભરડ ગામે સ્મશાન પાસેથી પોલીસે ૧૬ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ સિવાય પાંચ જગ્યાએથી ૧૭ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લામાંથી કુલ ૩૩ લીટર દેશી દારૂ મળ્યો હતો. રાજુલામાં હિંડોરણા પુલની પાસે ધાતરવાડી નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાનો ૫ લીટર આથો પકડાયો હતો. અમરેલીમાં જૂના માર્કેટિંગ યાર્ડ પંચનાથ મહાદેવ મંદિર પાછળથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.