અમરેલી જિલ્લામાં હવે સીમચોરીના બનાવોમાં વધારો નોંધાયો છે. પોલીસ ગામમાં પેટ્રોલીંગ કરતી હોવાથી તસ્કરોએ હવે સીમ તરફ નજર દોડાવી છે. ધારી તાલુકાના વીરપુર ગામે રહેતા જયસુખભાઈ છગનભાઈ સુતરીયાએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વીરપુર ગામની વાદળીયા હનુમાન તરફ જવાના સીમ વિસ્તારમાં આવેલ મધુભાઈ વલ્લભભાઈ ચોડવાડીયાની વાડીમાંથી પાણીના ફુવારા નંગ-૧૦ કિં.રૂ.ર૦૦૦, વિનુભાઈ રાજાભાઈ સુતરીયાની વાડીમાંથી ફુવારા નંગ ૯ કિં.રૂ.૧૮૦૦, રમેશભાઈ હરજીભાઈ ચોડવાડીયાની વાડીમાંથી પાણીના ફુવારા નંગ ૧૦ કિં.રૂ.ર૦૦૦, માવજીભાઈ રૂડાભાઈ દાફડાની વાડીમાંથી પાણીના ફુવારા નંગ ૧પ કિં.રૂ.રર૦૦, ખોડાભાઈ ગોવિંદભાઈ દાફડાની વાડીમાંથી ફુવારા નંગ ૧૦ કિં.રૂ.ર૦૦૦, ભીખુભાઈ શંભુભાઈ કાથરોટીયાની વાડીમાંથી ફુવારા નંગ ૧૬ કિં.રૂ.ર૩૦૦, છગનભાઈ રાજાભાઈ સુતરીયાની વાડીમાંથી પાણીના ફુવારા નંગ ૬ કિં.રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૧૩૦૦૦ના પાણીના ફુવારાની અજાણ્યો કોઈ ઈસમ ચોરી કરી જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.