ધારીના સરસીયા ગામે રહેતા નિલેષભાઇ લાલજીભાઇ દાફડા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, ભોગબનનાર તા.૦૮/૦૧/૨૦૨૫ ના બપોરના આશરે ત્રણેક વાગ્યે સરસીયા ગામે પોતાના રહેણાંક મકાને એકલા હાજર હતા. ભોગબનારને લીવરનો દુઃખાવો રહેતો હોય અને તે વખતે પેટમાં દુઃખાવો થતો હતો. દુઃખાવો સહન થતો ન હોવાથી તેમની પાસે રહેલ ઉંદર મારવાનો પાવડર પાણીમાં ભેળવી પી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા. ધારી પોલીસ સ્ટેસનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.