અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૩૦ ઈસમોને ઝડપી પાડ્‌યા હતા. ધારીમાંથી ૧૧ શખ્સો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. ત્રણ મહિલા સહિત ૧૧ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે પાંચ ઈસમો નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા.