ધારીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડો.આંબેડકરની જન્મ જયંતીએ વિશાળ રેલી યોજાઈ હતી. રેલીમાં આવેલા મહેમાનોને ડો.રવજીભાઈ ગાબાણી અને કેતનભાઈ સોની(નિલકંઠ જ્વેલર્સ) વાળાનાં સહયોગથી પુસ્તકો આપવામાં આવ્યા હતા. રેલીમાં હાજર રહેલ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, સમાજે સરકારી યોજનાઓનો ભરપુર લાભ ઉઠાવી આગળ વધવુ જોઈએ. સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, બંધારણની રચનાને કારણે હું દિલ્હી સુધી પહોંચી શક્યો છું. સમગ્ર કાર્યક્રમનાં આયોજક શાંતિલાલ પરમાર રહ્યાં હતા.