ધારીમાં એક પતિએ ઘર ખર્ચના પૈસા ન આપતાં પત્નીએ ઝેરી પાવડર પી લીધો હતો. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સોનલબેન વિજયભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭)એ તેના પતિ પાસે ઘર ખર્ચના પૈસા માંગ્યા હતા.
જેથી પતિએ તેને હાલ પૈસા નથી તેમ કહેતા મનમાં લાગી આવ્યું હતું અને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા સારવારમાં ખસેડાયા હતા. ધારી વિભાગના ઈન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય વધુ તપાસ કરી રહ્યા છે.