ધારી તાલુકા પંચાયત નજીક એક ખુલ્લી જગ્યામાં ગાય અચાનક પડી હતી આ ગાય પીડાથી કણસતી હોય જેની જાણ ધારીના જી.આર.ડી જવાનોને થતા તાત્કાલિક આ ગાયને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. છતાં ગાય ઉભી થઈ શકે તેમ ન હોવાથી જી.આર.ડીના જવાનો તાત્કાલિક પીજીવીસીએલની ઓફિસે જઈને ત્યાંના કોન્ટ્રાક્ટરને આ બાબતની જાણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા લોડર મોકલીને ગાયને બચાવવાની એક સારી કામગીરી કરી હતી. જીઆરડી જવાનોની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.