ધારીના વાઘાપરામાં બે પક્ષોમાં પોલીસ કેસને લઈ માથાકૂટ થઈ હતી અને સામસામી ફરિયાદ નોંધાવી હતી. મનુભાઈ ધીરૂભાઈ કણસાગરાએ વિપુલભાઈ ભેસાણીયા, પસુભાઈ ભકુભાઈ ભેસાણીયા, જયશ્રીબેન ભકુભાઈ ભેસાણીયા, જયસુખ ઉર્ફે હકો ચાવડા સહિત ૮ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના દીકરો ચારેક મહિના પહેલા જયસુખ ચાવડાની દિકરીને ભગાડી ગયો હતો. જે બાબતે ધારી પો.સ્ટે.માં પોક્સોનો ગુનો દાખલ થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી તેમના દિકરાને માર-મારતા હતા. જે બાબતે તેમને ખબર પડતા તેઓ તેના દિકરાને છોડાવવા જતા મારી નાખવાના ઇરાદે તલવારનો એક ઘા માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી હતી. ઉપરાંત કુહાડીનો ઘા હાથના કાંડા પર માર્યો હતો. તેમજ મુંઢ ઈજા કરી હતી તથા તેમની ભાણકીને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. જે બાદ વિશાલ રાજુભાઇ ભેસાણીયાએ સુભાષભાઇ મનુભાઇ કણસાગરા, અજીતભાઇ મનુભાઇ કણસાગરા તથા મનુભાઇ ધીરૂભાઇ કણસાગરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કુટુંબી કાકાએ છ મહિના પહેલા ધારી પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાવ્યો હતો. જેના મનદુઃખમાં તેમના પર આરોપીઓએ હુમલો કર્યો હતો.