ધારીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રેમ લગ્ન બાદ ૨ વર્ષમાં જ યુવકના છૂટાછેડા થઈ જતાં તેને મનોમન લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે આકાશભાઈ મુકેશભાઈ ધંધુકીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના બે વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા. અઠવાડિયા પહેલા છૂટાછેડા થઈ જતાં મનોમન લાગી આવ્યું હતું.
જેથી તેમણે પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી.જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે.