અમરેલી જિલ્લામાં બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. ગીર ગઢડાના ચીખલકુબા ગામે રહેતા મનસુખભાઈ આતુભાઈ વાળા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, ધારીમાં રહેતા પારૂલબેન હાર્દિકભાઈ સોલંકીએ અગમ્ય કારણોસર ઝેરી દવાનો પાઉડર પી લેતા મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. જુણેજા વધુ તપાસ કરી રહ્યા છે. ખાંભાના દાઢીયાળી ગામે રહેતા કથુભાઈ ઉનડભાઈ મોભ (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, ઉનડભાઈ દેવાતભાઈ મોભ (ઉ.વ.૬૩) શૌચાલયમાં નીચે પડી જતાં ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.