ધારીના ખેતલીયા દાદાની વાડી ખાતે ICDS વિભાગનું મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ આંગણવાડીની બહેનોની કામગીરી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હતો. સંમેલનમાં યુનિયન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, અને આંગણવાડીની બહેનોને તેમની સમસ્યાઓ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. આ સંમેલનમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, પરેશભાઈ પટ્ટણી અને સંજયભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીની બહેનોએ આ અગ્રણીઓનું સાલ ઓઢાડીને સ્વાગત અને સન્માન કર્યું હતું. આ સંમેલનમાં આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.