ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના સહયોગથી અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ ધારી ખાતે સેવા શરાફી મંડળીના સદસ્યો માટે ૧૫ દિવસના ક્ષમતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૫ દિવસ સુધી વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જ્યારે આ કાર્યક્રમના અંતિમ દિવસે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભાર્ગવભાઈ ત્રિવેદી, મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર જે.પી. વઘાસિયા, ઇફકોના પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.