ધારી ગ્રામ પંચાયતના સેક્રેટરી યશપાલસિંહ પરમારે તારીખ ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની ધારી શાખાને જપ્તીની નોટિસ આપી છે. જો આગામી તારીખ ૨૩ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં બેંક ગ્રામ પંચાયતના બાકી કરવેરા ન ભરે તો બેંકની મિલકત જપ્ત કરવામાં આવશે. નોટિસ અનુસાર, SBI પાસેથી ધારી ગ્રામ પંચાયતના કરવેરા પેટે રૂ. ૧૨,૮૩,૭૩૧ની રકમ લેવાની બાકી છે. જો બેંક ૨૩ ઓક્ટો. પહેલાં આ રકમ ચૂકવી દે તો તેમને માત્ર આટલી જ રકમ ભરવાની રહેશે. પરંતુ જો આ તારીખ પછી રકમ ભરવામાં આવશે તો રૂ. ૨,૫૬,૭૪૬ પેનલ્ટી તરીકે ઉમેરાશે, જેથી કુલ રૂ.૧૫,૫૩,૩૧૪ની રકમ જીમ્ૈં પાસેથી વસૂલવામાં આવશે.