અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વિદેશી દારૂના
ધંધાર્થીઓ પણ દારૂની બોટલ સપ્લાય કરતા હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જેમાં ધારી તાલુકાના જીરા ગામે એક શખ્સ પાસે વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઈડ કરતા વિદેશી દારૂની ૪૮ બોટલ કબજે લેવામાં આવી હતી.
ધારી તાલુકાના જીરા ગામે રહેતા મનસુખ સવજી ચારોલીયા વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તેમના રહેણાંક મકાને રેઈડ કરતા મનસુખના મકાનમાંથી ૪૮ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે મનસુખની અટકાયત કરી આ દારૂ કયાંથી આવ્યો છે તે અંગે પુછપરછ શરૂ કરી છે.