અંબુજા ફાઉન્ડેશન દ્વારા સન ફાર્માની સી.એસ.આર પહેલ અંતર્ગત ધારી તાલુકાના ૪૦ ગામોમાં ૪ વર્ષ માટે ચાલતા પ્રોજેક્ટ લોન્ચિંગ વર્કશોપ જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અંબુજા ફાઉન્ડેશનના રિજનલ ડાયરેક્ટર દલસુખભાઈ વઘાસિયાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો અને સંસ્થા દ્વારા થયેલા જળ વ્યવસ્થાપન અને ગ્રામ વિકાસના કામોની માહિતી આપી હતી. સન ફાર્માના જનરલ મેનેજર બ્રજેશ ચૌધરીએ સન ફાર્મા દ્વારા ચાલતા વિવિધ ગ્રામ વિકાસ પ્રોજેક્ટની માહિતી આપી હતી.