હિરાવા પ્રાથમિક શાળાની ધોરણ-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દર્શના રમેશભાઈ સાંખટે તારીખ ૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ધારી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શાનદાર દેખાવ કર્યો છે. અંડર-૧૪ વિભાગની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં દર્શનાએ ૧૦૦ મીટર દોડમાં બીજું સ્થાન અને ૨૦૦ મીટર દોડમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી દર્શનાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.