ધારી-અમરેલી મેઈન રોડ પર મોરજર ગામ નજીક વનની રાણી સિંહણના આંટાફેરા ફરી એકવાર કેમેરામાં કેદ થયા છે. શિકારની શોધમાં નીકળેલી સિંહણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ધારી વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહ પરિવારની વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે. આ વિસ્તારમાં સિંહોની હાજરી દર્શાવતા આવા વીડિયો અવારનવાર સામે આવતા રહે છે.