અમરેલી એલસીબી પોલીસ ઇન્‍સ. વી.એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમે ધારી પો.સ્ટે. નીચે પોકસોના ગુનાનો આરોપી સુરેશ છનાભાઇ ડુંગરીયા, ઉ.વ.૨૩, રહે.આંબાગાળા, તા.ધારી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ. કોર્ટમાંથી વોરંટ ઇસ્‍યુ થયેલ હોય, મજકુર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાંથી ભોગ બનનાર સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.