અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનાં આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાએ અસરકારક કામગીરી કરવા માટે પોલીસને સૂચના આપી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમરેલી એલસીબી પીઆઈ એ.એમ. પટેલ પોતાની ટીમ સાથે ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ધારી પોલીસ સ્ટેશનનો ચોરીના ગુનાનો ફરાર આરોપી ભુપત જગુભાઈ વાળા રહે. ભરડ તા. ધારી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોટર સાયકલ કિં.રૂ. ૮૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં હિરો હોન્ડા મોટરસાયકલ ધારીનાં વિસાવદર રોડ પર આવેલી વાડી પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ તેમજ એકટીવા મોટરસાયકલ જેતપુરના રૂપાવટી ગામની વાડી વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું. આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ૬, વિસાવદર અને જેતપુરમાં ૧-૧ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.