ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના સુધારા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના ધારી વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૯ રસ્તાઓ માટે ૬૪૦ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા સુચવવામાં આવેલ વિવિધ કામો પૈકી આ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કુલ ૩.૬૦ કિલોમીટર લંબાઈના રસ્તાઓને સી.સી. રોડમાં ફેરવવામાં આવશે. મંજૂર થયેલા રસ્તાઓમાં રફાળા શાપર રોડ, શીલાણા સનાળીયા માંડવડા રોડ, હામાપુર કાગદડી રોડ, હામાપુર અડકલા ટુ એસ.એચ. રોડ, શીલાણા સરંભડા રોડ, ડેડાણ રાયડી રોડ, ગીગાસણ એપ્રોચ રોડ, સરાકડીયા કોદીયા રોડ અને ચલાલા દહીડા રોડનો સમાવેશ થાય છે.