ધારીના હીમખીમડીપરામાં એક યુવકે ઘરમાં ઘૂસી યુવતીને છરી બતાવી, આબરૂ લેવાની કોશિશ કરવામાં આવી હતી. બનાવ અંગે સલીમભાઈ કાદરભાઈ બ્લોચ (ઉ.વ.૪૧)એ યુવરાજભાઈ ઉર્ફે દામભાઈ દરબાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ,
આરોપીએ તેના ઘર પાસે આવી ફોર વ્હીલમાં દરવાજા ખુલ્લો રાખી અવાર-નવાર જારજારથી ગીત વગાડતા હોય જેથી તેમના ભત્રીજાએ બે-ત્રણ વખત ગીત નહી વગાડવાનું કહ્યું હતું. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમના ઘરમાં અપપ્રવેશ કરી તેમને તથા તેના પરીવારના સભ્યોને જેમફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમની દિકરીની આબરૂ લેવાના બદ્દઇરાદાથી કાઠલો પકડી છરી બતાવી છરી મારવાની ધમકી આપી હતી. તેમજ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.