ખાંભા તાલુકાના ધાવડીયા ભાણીયા ગામે ધારાસભ્ય જે.વી.કાકડીયાની ગ્રાન્ટમાંથી સી.સી. રોડ, બ્લોક રોડ, સ્મશાન જવા માટે કોઝવે તેમજ સ્મશાન છાપરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે, ગામના સરપંચ તેમજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભમ્મર ભગત, બાવભાઈ ભમ્મર, રાજુભાઈ ભમ્મર, શામળાભાઈ કાતરીયા, દિનેશભાઈ કાતરીયા, મથુરભાઈ દુધરેજીયા, જગાભાઈ વરીયા, વિપુલભાઈ હડિયા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.