ગીર ગઢડાના ધોકડવા ગામે તૈયાર થયેલી બે નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેટર દિગ્વિજય સિંહ જાડેજા, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાળ, તા. પં. પ્રમુખ ભગવતીબેન સાંખટ, ઉપ પ્રમુખ દીવાળીબેન કિડેચા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિ.કા.ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા, સરપંચ રેખાબેન બાંભણિયા, ડેપ્યુટી કલેકટર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પી.એસ.આઇ ચૌહાણ તેમજ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.