ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ઇમ્પિરીયલ સાયન્સ સ્કૂલ ખાતે ઇમ્પિરીયલ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ તકે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. મહેમાનોને સ્કૂલનાં વિનોદભાઈ હીરપરા, મનોજભાઈ પોશીયા, મિતેશભાઇ બુટાણી, રવિભાઇ પોકીયા, ભાવેશભાઇ હી૨પરા, ભાવિનભાઈ લુણાગરીયા, રોહિતભાઇ લકકડ સહિતના લોકોએ આવકાર્યા હતા.