ધોરાજીમાં રમઝાનના ૨૯ રોજા પૂર્ણ થતાની સાથે જ ચંદ્ર દર્શન થતાં ૩૧ માર્ચના રોજ ઈદ-ઉલ-ફિત્ર મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવી હતી. ધોરાજીની ૪૫ જેટલી મસ્જિદો સહિત ધોરાજીના રસુલપુરા ખાતે આવેલ ઈદગાહ ખાતે હાફિઝ અવેશ સાહેબ યારે અલ્વીએ ઈદની વિશેષ નમાજ અદા કરાવી હતી.મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઈબ્રાહીમભાઈ કુરેશીએ જણાવેલ કે ધોરાજીમાં હિન્દુ-મુસ્લિમોના તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાય છે. ઈબ્રાહીમભાઈ કુરેશીએ હિન્દુ-મુસ્લિમોને ઈદ મુબારકનો સંદેશ પાઠવ્યો હતો. ધોરાજી ખાતે આવેલ ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કર્યા બાદ હાફિઝ અવેશ સાહેબે વિશ્વ શાંતિ માટે દુઆ કરી હતી. મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ હાજી કયુમ બાવા શીરાજી, સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી, હાજી ઈબ્રાહીમભાઈ કુરેશી, મુસ્લિમ જમાતના યાસીનભાઈ નાલબંધ, પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશી, મકબુલભાઈ ગરાણા અને મુસ્લિમ સમાજના આગેવાન સહિતનાએ લોકોને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી હતી.