ધોરાજી સીટી પોલીસ મથકનાં પીએસઆઇ પી.કે.ગોહીલ તથા સર્વેલેન્સ ટીમે શહેરની નાભીરાજ સોસાયટીમાં રહેતી રીઝવાનાબેન પોતાના મકાનમાં બહારથી માણસોને ભેગા કરી જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આઠ મહીલાઓને પકડી હતી. આ સાથે રૂ.૧૫૧૨૦નો મુદ્દામાલ સાથે ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે પકડાયેલ આરોપી (૧) રીઝવાનાબેન રજાકભાઈ ઉ.૩૭, (૨) જીલુબેન આરબભાઈઉ..૫૨, (૩) યાસમીનબેન ઉર્ફે આસુ પઠાણઉ.૩૫,(૪)સલમાબેનઇસ્માઇલભાઇ ઉ. ૩૭, (૫) ફાતમાબેન મુસાભાઈ ઉ ૫૦, (૬) સલમાબેન જાકીદભાઇ ઉ ૩૦,(૭) સબીનાબેન કાળાભાઈ ઉ ૪૦, (૮) અમીનાબેન કાળાભાઈ ઉ. ૪૫, વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.