સતાધારના સંત શિરોમણી શામજીબાપુની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ અને કડિયા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે તા. ૬ ગુરુવારે શ્યામવાડી ખાતે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ઃ૦૦ કલાકે દીપ પ્રાગટ્ય અને મહાપૂજાથી કાર્યક્રમનો પ્રારંભ થશે. આ પ્રસંગે પુણ્યતિથિ મહોત્સવના મુખ્ય દાતા અને સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ કાનજીભાઈ યાદવનું વિશેષ સન્માન કરવામાં આવશે. સમાજના મહાનુભાવો
પ્રાસંગિક પ્રવચન આપશે. કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવે જણાવ્યું હતું કે સમાજના તબીબી ક્ષેત્રમાં સેવારત તમામ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવશે. સમાજલક્ષી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ યાદવ, મંત્રી લલિતભાઈ મકવાણા, કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર, ઉપપ્રમુખ વિજયભાઈ મારુ, ધર્મેશભાઈ ગોહેલ સહિત શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સમાજના તમામ ભાઈ-બહેનોને કાર્યક્રમમાં પધારવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.